સમૃદ્ધ થવા માટેનું સ્વાતંત્ર્ય.. Gujarati Message

 સમૃદ્ધ થવા માટેનું સ્વાતંત્ર્ય 

સમૃદ્ધ થવા માટેનું સ્વાતંત્ર્ય.. Gujarati Message image


ભારત દેશ 15-08-1947 ના રોજ સ્વતંત્ર થયો હતો અને દેશ અત્યારે સમૃદ્ધિનાં પંથે છે. આપણામાંના મોટાભાગના લોકો આ માંગલિક દિવસે જન્મ્યા નહિ હોય. સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર આપણામાંના ઘણા લોકોએ સ્વાતંત્ર્યરૂપી ફળનો આનંદ માણવાનું શરૂ કર્યું છે. આપણા દેશ પર રાજ કરનાર એક પરદેશી રાષ્ટ્રના શાસનનો અનુભવ આપણને ક્યારેય થયો નથી. બ્રિટીશ સમ્રાટની વસાહતી અને આકર્ષક શાસનસત્તાનો અનુભવ આપણામાંના મોટાભાગના લોકોને ક્યારેય થયો ન હતો. આપણા અધિકારોને ઝૂંટવી લેવામાં આવ્યા હતા; વાણી સ્વાતંત્રના અધિકાર પર કાપ મૂકવામાં આવ્યો હતો. એવી પળે, સ્વાતંત્ર શબ્દ તેઓને માટે પરમાનંદ આપનારો બની ગયો હશે. ' મારો દેશ ' નો ખ્યાલ આપણા હૃદય અને જીવમાં આરપાર ઊતરી જાય છે. પાછળથી વિદ્યાર્થીઓને મિઠાઈ વહેંચવામાં આવતી હતી. આ ખુશી તો સ્વાતંત્ર્યના પરિણામને લીધે હતી. બીજા વિશ્વયુદ્ધના અંતે, અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે ગર્જના કરીને એવું કહ્યું હતું કે જગતે ચાર પ્રકારના સ્વાતંત્રનો અનુભવ કર્યો હતો. એ ચાર સ્વાતંત્ર્ય આ હતા: 

(1) વાણી સ્વાતંત્ર્ય 

(2) આરાધના કરવા માટેનું સ્વાતંત્ર્ય 

(3) આકાંક્ષા રાખવામાંથી છૂટકારો 

(4) ડર કે બીકમાંથી છૂટકારો 

તેમણે કરેલા સંબોધનની મોટાભાગની બાબતો ભુલાઈ ગઈ છે, તેમ છતાં સ્વાતંત્ર્યના આ ચાર પ્રકારોના પડઘા આપણા મનમાં હજી પણ અવારનવાર પડતા રહે છે. શું એ પડઘાઓને હજી પણ સમજવામાં આવે છે, ખરા ? 

આપણે ખરેખર એક સ્વતંત્ર રાષ્ટ્ર તો બની જ ગયા છીએ, પરંતુ પ્રશ્ન એ થાય છે કે શું આપણે સમૃ દ્ધ બન્યા છીએ ? આ પ્રશ્નનો ઉત્તર તો છેતરનારો છે. કરોડો લોકો હજી પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. રેલ્વે સ્ટેશનો તરફ દૃષ્ટિ કરો ! ત્યાં બેઘર લોકો રહેતા હોય છે. જે બાળકોએ શાળાએ જવાનું હોય છે, એ બાળકો રસ્તાઓ પર આમતેમ રખડતાં હોય છે. આપણે આના જેવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરી શકીએ તેમ છીએ. સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જરૂરી એ છે કે લોકો વ્યક્તિગત સ્વાતંત્ર્ય માણે. વળી એ બાબત અત્યાવશ્યક પણ છે. 

સ્વાતંત્ર્ય એટલે શું ? 

ઈસુ દ્વારા આપવામાં આવેલી માફી આપણી બનવી જોઈએ, અને આવા અધિકાર મારફતે આપણે ઈશ્વર સાથેનો સંબંધ સ્થાપિત કરવો જોઈએ. આ જ ખરું સ્વાતંત્ર્ય છે. આદમ ઈશ્વરની સાથે ચાલ્યો હતો અને તેણે ઈશ્વરની સાથે નિકટનો સંબંધ સ્થાપિત કર્યો હતો. તેણે જયારે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કર્યો ત્યારે તે ડર અને બીકે તેના પર કબજો જમાવી દીધો અને તે પોતે જ ઈશ્વરથી છુપાઈ ગયો. બીક કે ડર એવો એક શબ્દ છે કે જે આ સંદર્ભમાં પ્રથમ વખત પ્રગટ થાય છે. રોમનોને પત્રના 8 મા અધ્યાયમાં પાઉલ ચાર પ્રકારના છૂટકારા વિષે ચર્ચા કરે છે . 

1) રોમનો 8: 1-4 દંડાજ્ઞામાંથી છૂટકારો 

2) રોમનો 8: 5-17 પરાજયમાંથી છૂટકારો 

3) રોમનો 8 : 18-30 નિરાશામાંથી છૂટકારો 

4) રોમનો 8 : 31-34 બીક કે ડરમાંથી છૂટકારો 

છૂટકારાના આ ચાર પ્રકારો સંબંધી આપણે ચર્ચા કરીએ, એ પહેલાં આપણા માટે જરૂરી એ છે કે રોમનો 7 મા અધ્યાયમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે આપણો મોભો કે સ્થાન શું છે, એ જાણવું આપણા માટે અનિવાર્ય છે.

રોમનોને પત્રના સાતમા અધ્યાયમાં પાઉલ માનવી સ્વભાવની નબળાઈ સંબંધી વાત કરે છે. આ અધ્યાયમાં ' મને '  ' મારો ' અને 'હું ' શબ્દોનો 35 વખત ઉપયોગ થયો છે. 

જો તમે તમારા હૃદયમાં તમારા પોતાને ખાતર રાજયાસનની રચના કરશો, તો સંઘર્ષો તમે જયાં કહીં પણ જશો, ત્યાં ત્યાં તમારી પાછળ પાછળ આવશે. 'નિયમ' શબ્દ ૨૩ વખત વપરાયો છે. એ બાબત શું સૂચવે છે ? હું મારી જાતે સ્વાતંત્ર્ય મેળવી શક્તો નથી. નિયમ પણ એ બાબતો આપતો નથી. આપણા પોતાના પ્રયત્નો મારફતે, આપણે પાપરૂપી કોશેટામાંથી બહાર આવી શક્તા નથી. “ હું પાપમાંથી બહાર આવવા માગું છું, પરંતુ મારા માટે એ બાબત અશક્ય છે. જે બાબત કરવાની ઈચ્છા હું રાખતો નથી, એ બાબત હું વારંવાર કરતો હોઉં છું. હું એવી બાબત જોઈને વાત કરતો હોઉં છું કે જે કરવાની ઈચ્છા મને થતી નથી. ” પાઉલ રોમનો 7:23 માં જણાવે છે કે “ પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું, તે મારા મનના નિયમની સામે લડે છે, અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. ” રોમનો 7:24 માં પાઉલ કહે છે કે “ હું કેવો દુર્ભાગ્ય માણસ છું ! ” કઈ બાબતને કારણે પાઉલે આવું લખવું પડ્યું હતું ? રોમમાં મૃત્યુદંડની સજા જાહેર થયેલા ગુનેગારોને અંધારી કોટડીઓમાં પૂરી રાખવામાં આવતા હતા. સજાનો દિવસ જેમ જેમ નજદીક આવતો જાય ( ક્યાં તો ફાંસીની સજા કે શિરોચ્છેદની સજા પામેલ ) તેમ તેમ ગુનેગારોની કોટડીઓમાં ગુનેગારના હાથની કોણી સુધી પાણી છોડવામાં આવતું હતું. તેને કારણે ગુનેગાર ન તો ઊંધી શકતો કે ન તો બેસી શકતો. ગુનેગારની પીઠ સાથે મૃતદેહને બાંધી દેવામાં આવતો હતો. કોણી ડૂબે એટલા પાણીમાં પીઠ સાથે મૃતદેહ બાંધી દેવાથી જીવવું નરક સમાન બની જતું હતું. પીઠ પાછળ બાંધવામાં આવેલ મૃતદેહ સડી જતો હતો અને માથું ફાડી નાખે એવી દુર્ગધ તેમાંથી આવતી હતી. સડી ગયેલા મૃતદેહમાંથી આવતી દુર્ગધથી ગુનેગાર પોકાર કરી ઊઠતો કે, “ મને આ ભયંકર પરિસ્થિતિમાંથી ઉગારી લો. મને કોણ છોડાવશે ? ” પરંતુ આ અધ્યાયના અંતે પાઉલ જણાવે છે કે, “ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું દેવની આભારસ્તુતિ કરું છું. ” 

રોમનોને પત્રના આઠમા અધ્યાયને “ પવિત્ર આત્મા મારફતે છૂટકારો ” નું શીર્ષક આપી શકાય. પવિત્ર આત્મા આપણને ચાર પ્રકારના છૂટકારા આપે છે. 

(1) દંડાજ્ઞામાંથી છૂટકારો 

( રોમનો 8 : 1-4 ) : 

( કોઈ જ શિક્ષા નહિ, ભલે ગમે તે બાબત આચરવામાં આવી હોય ). “ એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે દંડાજ્ઞા નથી ” ( કલમ 8 : 1 ). શું એનો અર્થ એવો થાય છે કે ખ્રિસ્તીઓ પાપ કરશે નહિ ? ઈબ્રાહિમ એવું રહીને જૂઠું બોલ્યો હતો કે તેની પત્ની તેની બહેન હતી. દાઉદે અન્ય પુરુષની પત્નીને જબરદસ્તીથી પડાવી લીધી હતી, અને તેણીના પતિને મારી નાખવામાં આવ્યો હતો. 2 શમુએલ અગિયારમા અધ્યાયમાં દાઉદના પાપ સંબંધીની વાત વાંચવા મળે છે. એ પછીના અધ્યાયમાં, દાઉદ ઈશ્વરની આગળ નમીને માફી માગે છે. 

13 મા અધ્યાયમાં આપણે દાઉદે કરેલાં પાપની શિક્ષા સંબધી વાંચીએ છીએ. ઉપરોક્ત વ્યક્તિઓએ પોતે કરેલાં કુકર્મની શિક્ષા ભોગવવી પડી હતી અને તેમ છતાં પણ તેઓ અનંતકાલિક નાશમાંથી બચી ગયા હતા. નિયમશાસ્ત્ર અપરાધ કરવા બદલ લોકોને શિક્ષા કરે છે. ખ્રિસ્ત ઈસુ સાથે નવો સંબંધ બાંધનાર લોકો અનંતકાલિક શિક્ષામાંથી બચી જાય છે. નિયમશાસ્ત્ર પવિત્રતાની ઉપર છાપ પાડવા માટેનું સામર્થ્ય ધરાવતું નથી; ઉલટાનું તે પાપ અને તેનાં પરિણામો તરફ ધ્યાન ખેંચે છે. પરંતુ આપણી અંદર વાસો કરનાર પવિત્ર આત્મા આપણને યહોવા દેવની ઈચ્છાને આધીન થવા માટેનું સામર્થ્ય આપે છે. આપણે નિયમશાસ્ત્ર દ્વારા નહિ, પરંતુ પવિત્ર આત્મા દ્વારા દોરવણી પ્રાપ્ત કરતા હોવાને કારણે આપણા માટે ન્યાયશાસન નથી. નિયમશાસ્ત્ર આપણને શિક્ષા કરી શકતું નથી, કારણ કે ઈસુએ આપણી ખાતર ક્રૂસારોહણ સ્વીકાર્યું છે. એક જ અપરાધ માટે બે શિક્ષા નથી. ખ્રિસ્ત તમારામાં વસે છે, અને આપણા માટે તેમણે શિક્ષા ભોગવી લીધી છે. તેથી આપણા માટે કોઈ શિક્ષા રહેતી નથી. ન્યાયશાસનમાંથી આપણે છૂટકારો પામીએ છીએ. 

(2) પરાજય પામવામાંથી છૂટકારો 

( રોમનો 8 : 5-17 ) 

જે લોકો પોતાનો માનવીય સ્વભાવ તેઓને જે કંઈ કહેતો હોય છે એ પ્રમાણે જીવતા હોય છે, એવા લોકો પર માનવીય સ્વભાવ રાજ કરતો હોય છે. જે લોકો આત્માના કહ્યા પ્રમાણે જીવતા હોય છે, તેઓનાં મન આત્માની ઈચ્છા પ્રમાણે અંકુશમાં રહેતાં હોય છે. ડી. એલ. મૂડી લખે છે કે, “ મેં જયારે મારા પ્રભુ તરીકે ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો ત્યારે મને એ વાત સમજાઈ કે હું એક નવી દુનિયામાં જીવું છું. આવતી કાલનો સવારનો સૂર્યોદય અન્ય સવારો કરતાં વધારે તેજસ્વી હતો, અને પક્ષીઓનો કલરવ અન્ય દિવસોના કલરવ કરતાં વધારે મીઠો લાગતો હતો. ” ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર ન કરનાર વ્યક્તિ માનવીય સ્વભાવને સંતોષ આપવાનો પ્રયત્ન કરતો હોય છે, અને તેથી તે ઈશ્વરની વિરૂદ્ધ સંઘર્ષ કરતો રહે છે. સફળતા પ્રાપ્ત ન થવાને કારણે તે પોતાની શાંતિ ગુમાવે છે અને હમેશાં ચિંતા કરતો હોય છે. 

ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરનાર વ્યક્તિ આત્મિકપણા સંબંધી વિચાર કરતો હોય છે. ઈશ્વરને સંતોષ પમાડવા માટે, તે ઈશ્વરની સાથે હળીમળીને જીવન જીવવાની ઈચ્છા રાખે છે. ઈશ્વરની સાથે કરેલું સમાધાન અન્ય માણસો સાથેના સારા સંબંધને સ્થાપિત કરે છે. તેના જીવનમાં બીક કે ડરને કોઈ સ્થાન હોતું નથી. ઈશ્વરના દત્તક લીધેલાં બાળકો તરીકેનો નવો મોભો આપણને પ્રાપ્ત થાય છે, અને એ કારણે જ ઈશ્વરને અબ્બા અને બાપ કહીને પોકારવાનો અધિકાર આપણને પ્રાપ્ત થાય છે. ઈશ્વર આપણા અબ્બા અને બાપ હોવાને કારણે, ઈશ્વરે આપણા માટે જે કંઈ જીત્યું છે, તેનો વારસો પ્રાપ્ત કરવાનો હક્ક આપણને મળે છે. 

આપણા વતનનો વારસો પ્રાપ્ત કરવા સંબંધીના નિયમ પ્રમાણે, બાળકોને દત્તક સ્વરૂપે સ્વીકારનાર માતાપિતાઓને એક વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ પાઉલની સંસ્કૃતિ પ્રમાણે, બાળકને એક વાર દત્તક સ્વરૂપે સ્વીકારી લેવામાં આવે, એટલે એ બાળક માતાપિતાનું પોતાનું જ બાળક બની જતું હોય છે. બાળકોને માતાપિતા પાસેથી વારસા સ્વરૂપે બધા અધિકારો પ્રાપ્ત થતા હોવાને કારણે, આવાં બાળકો જે માતાપિતાના ઉદરે જન્મ્યા હોય તેઓનાં બધાં જ કરજો અને શાપોમાંથી બચી જાય છે. આપણે ઈશ્વરનાં સંતાનો હોવાને કારણે, ઈશ્વરે પોતાના લોકો માટે રાખી મૂકેલા આશીર્વાદો આપણને પ્રાપ્ત થશે, વળી ખ્રિસ્ત માટે જે વારસો ઈશ્વરે રાખી મૂક્યો છે, એ વારસામાં આપણે પણ ખ્રિસ્તની સાથે ભાગીદાર બનીશું; જો આપણે ખ્રિસ્તની સાથે દુઃખ સહન કરીએ, તો ખ્રિસ્તની સંઘાતે મહિમાના ભાગીદાર પણ બનીશું. ( કલમ 12-17 )

(3) નિરાશામાંથી છૂટકારો 

( રોમનો 8 : 18-30 ) 

પાઉલ અધ્યાયના આ ભાગની શરૂઆત એક પ્રશ્ન પૂછીને કરે છે - દુઃખ સહન કરવાથી શું પરિણામ આવે છે ? અત્યારના સમયે આપણે જે કંઈ સહન કરતા હોઈએ છીએ, તેની સરખામણી આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવનાર મહિમા સાથે થઈ શકે તેમ નથી. ઈશ્વરના મહિમાની સાથે સાથે આપણે દુઃખ પણ સહન કરવું પડશે. 

પાઉલ ત્રણ પ્રકારનાં દુઃખો સંબધી વાત કરે છે. સમગ્ર સૃષ્ટિ ઈશ્વરની ઝંખના રાખે છે. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું હતું ત્યારે એ સૃષ્ટિને જોઈને તે ખુશ થયા હતા ( ઉત્પત્તિ ). આદમે કરેલા પાપને લીધે ઉત્પન્ન કરવામાં આવેલી સૃષ્ટિ ઈશ્વરનો મહિમા નિહાળવા માટે આતુર છે. 

આ જગતમાં રહેનારા વિશ્વાસીઓ પ્રભુનો મહિમા પ્રગટ થાય, એની રાહ જુએ છે. તેમનો મહિમાવંત દિવસ પ્રગટ થાય, ત્યાં સુધી આપણે ધીરજથી રાહ જોવાની જરૂર છે. વિશ્વાસીઓએ પોતાની આશાનો ત્યાગ કરવાની જરૂર નથી, કારણ કે જગતનાં દુઃખો આપણને મહિમાવંત સ્વર્ગમાં લઈ જશે. 

ત્રીજું, આપણે નબળા હોવાને કારણે પવિત્ર આત્મા પણ આપણને મદદ કરવા માટે આપણી પાસે આવતો હોય છે. તેનું કારણ એ છે કે આપણને ખબર નથી કે આપણે કેવી રીતે પ્રાર્થના કરવી જોઈએ, આત્મા પોતે નિસાસા નાખીને આપણે સારૂ ઈશ્વરને વિનંતી કરતો હોય છે કે જે દુઃખોને શબ્દોમાં પ્રદર્શિત કરી શકાતો નથી. 

જે લોકોને ઈશ્વરે અગાઉથી પસંદ કરેલા છે, એ લોકોને ઈશ્વરે તેમના પુત્ર જેવા બનવા માટે અલગ પણ કર્યા છે. અને આમ, જે લોકોને ઈશ્વરે અલંગ કર્યા છે, જેઓને તેમણે તેડું આપ્યું છે, એ લોકોને ઈશ્વર પોતે જ અધિકાર આપે છે, અને પોતાના મહિનામાં તેઓને ભાગીદાર બનાવે છે. 

(4) બીકમાંથી છૂટકારો 

( રોમનો 8 : 31-39 ) 

માણસ જયારે વિશ્વાસમાં નબળો પડ્યો હતો , ત્યારે આ જગતમાં ડર કે બીક પ્રવેશ કર્યો. માનસશાસ્ત્રીઓ કહેતા હોય છે કે આ જગતમાં 400 પ્રકારનાં ડર કે બીક જોવા મળે છે. એક વ્યક્તિને જે બાબતની બીક લાગતી હોય છે, એ બાબતની બીક બીજી વ્યક્તિને હોતી નથી. કેટલાક લોકોને ચકડોળમાં ઊંચે જવાની બીક લાગતી હોય છે. અંધારું, પાણી, વંદા, ગરોળી, વગેરેની બીક આપણને લાગતી હોય છે. કેટલાક લોકો સીલીંગ પંખા નીચે બેસતાં ગભરાતા હોય છે, એનું કારણ પંખાના પાંખિયા છૂટા પડીને તેઓના પર પડે, તો તેઓને ઈજા થાય એવી બીક તેઓના મનમાં ઘર કરી ગઈ હોય છે. 

બાઈબલમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વરના પસંદ કરેલા લોકોનાં મનમાં ડર કે બીક વ્યાપેલી હતી. ઈબ્રાહિમ ગભરાઈ ગયો હતો. દાઉદના મનમાં પણ ગભરાટ હતો. ગી.શા. 56 : 3 માં દાઉદ કહે છે કે, જ્યારે મને બીક લાગશે ત્યારે હું તારા પર ભરોસો રાખીશ. ” ગી.શા. 56 : 11 માં તે કહે છે કે, “ ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે ? ” જો માણસ ઈશ્વરની સાથે નિકટનો સંબંધ રાખે, તો ઈશ્વર તેના મનમાંથી બીક દૂર કરે છે. પાઉલ રોમનો 8 : 31 માં કહે છે કે, “ તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ ? જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ ? ” 

ખ્રિસ્તે પોતાનું જીવન આપણે સારૂ અર્પી દીધું હતું. તે પિતાને જમણે હાથે બેઠેલા છે અને ઈશ્વરની સમયા આપણા માટે મધ્યસ્થી કરે છે. ઈશ્વરની સાથેનો આપણો સંબંધ અતૂટ છે. તે સર્જનહાર છે. તે સર્વશક્તિમાન છે. તે આપણને ડર કે બીકમાંથી છૂટકારો આપે છે. 

શું તમને ખાતરી છે કે તમે તમારા અંગત જીવનમાં ઈશ્વર તરફથી પ્રાપ્ત થતા તારણનો અનુભવ કર્યો છે ? તેમના બલિદાનયુક્ત જીવન મારફતે તેમણે આપણને પાપમાંથી છૂટકારો આપ્યો છે. શું તમે ઈશ્વર તરફથી પ્રાપ્ત થતું તારણ મેળવ્યું છે ? જો ના, તો વધસ્તંભ તરફ ફરો; ઈશ્વર તમને માફી આપશે અને અનંતકાલિક નાશમાંથી તમને ઉગારી લેશે. 

– રેવ. પોલ સોલોમન 

Post a Comment (0)
Previous Post Next Post