About Gospel of Matthew

માથ્થીની લખેલી સુવાર્તા 



      લેખક:- માથ્થી:9:9-13, લુક:5:27-32    

   માથ્થી નામનો અર્થ દેવનું દાન થાય છે. માથ્થી દાણી તરીકે પણ ઓળખાતો હતો. અને તે રોમન સરકારનો દાણી હતો. તે ઈસુના તેડાનો સ્વીકાર કરી સઘળું છોડીને પાછળ ચાલ્યો. તેડા પછી ઈસુને તથા લોકોને મિજબાની કરવા તેના ઘરે આમંત્રણ આપે છે.


Book of Matthew

     લખવાનો હેતુ:-

   યહુદીઓ યહુદી રાજ્યની સ્થાપના કરે તેવા રાજાની કે મસીહાની રાહ જોતાં હતા માટે ઈસુ ખ્રિસ્ત તે જ મસીહા તથા રાજા છે તે દર્શાવવા તથા તેઓને તારનાર વિશે માહિતી મળે તે સમજાવવા માટે લખવામાં આવી. ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે કેન્દ્ર સ્થાને મુકવામાં આવ્યો છે. જેથી કરીને યહુદીઓ સ્વીકાર કરે કે આવનાર મસીહા તે ઈસુ ખ્રિસ્ત સિવાય બીજો કોઈ નથી. આમ લેખક માથ્થી યહુદીઓને ધ્યાનમાં રાખીને આ સુવાર્તા લખે છે. 

    લક્ષણો તથા ગુણો:-

  • માથ્થીની લખેલી સુવાર્તામાં યહુદીઓની રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુના કરાર અથવા નિયમશાસ્ત્રમાથી સો(100) થી અધિક દ્રષ્ટાંતો તથા વાક્યો મર્મ સ્વરૂપમાં અથવા સ્પષ્ટ રીતે વાપર્યા છે.
  • 60 થી અધિક બનાવો લખ્યા છે જે બીજી સુવાર્તામાં નથી.
  • 20 ચમત્કારો અહીં છે જે બીજી સુવાર્તાઓમાં નથી.
  • 14 દ્રષ્ટાંતોમાં... કડવા દાણા, સંતાડેલું દ્રવ્ય, સાચા મોતીનો સમાવેશ થાય છે.
  • 43 ઉદાહરણો... ખડક પર બાંધેલું ઘર, બુરજ વગેરે..



       ચાવીરૂપ કલમ:- માથ્થી:26:63-64

   પણ ઈસુ છાનો રહ્યો. ત્યારે પ્રમુખ યાજકે તેને કહ્યું, હું તને જીવતા દેવના સમ દઉં છું કે, દેવનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં, એ અમને કહે. ઈસુ તેને કહે છે કે, તેં પોતે જ કહ્યું, પરંતુ હું તમને કહું છે કે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે દેખશો.  

         રૂપરેખા:-

  • વંશાવળી અને પ્રભુ ઈસુનો જન્મ - 1:1 થી 2:23
  • યોહાન બપ્તિસ્માની ધર્મસેવા - 3:1-12
  • પ્રભુ ઈસુનું બપ્તિસ્મા અને તેમનાં પરીક્ષણ - 3:13 થી 4:11
  • પ્રભુ ઈસુની ગાલીલમાંની ધર્મસેવા - 4:12 થી 18:35
  • ગાલીલથી યરૂશાલેમમાં - 19:1 થી 20:34
  • યરૂશાલેમમાં અને ઘણાંને દર્શન - 28:1 થી 20

Post a Comment (0)
Previous Post Next Post