હે યહોવા મુજ આધાર... Gujarati Christian Song Lyrics...

Gujarati Christian Worship Song Lyrics



હે યહોવા, મુજ આધાર તું વિણ જગમાં હું લાચાર,
મુજ પર તારી પ્રીતિ અપાર... હે યહોવા......

1. ગઢ મજબુત અને કિલ્લો મારો, હે પ્રભુ તું છે તારણહારો
શત્રુ સૈન્યથી મુજને બચાવે સ્તુતિને યોગ્ય એક પ્રભુ તું છે.. હે યહોવા...

2. મૃત્યુ બંધન ઘેરે મુજને, દૃષ્ટના મોજા ડરાવે મુજને,
સંકટમાં પોકાર પ્રભુ સુણજે, આકાશનામી નીચે ઉતરજે.. હે યહોવા...

3. તારી પ્રસનતા મનમાં રાખું, ન્યાયપણાનું ફળ હું ચાખું,
અંતરની પ્રભુ શુદ્ધિ માંગે, શુદ્ધ જનો તુજ દર્શન પામે... હે યહોવા...

4. તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું,
દુ:ખી જનને ખચીત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે.. હે યહોવા...

5. તું છે યહોવા દિપક સારો, અંધારમાં છે પ્રકાશ મારો,
તુંજ તેજે સહુ તિમિર હઠે છે, તુજ કૃપાએ વિજય મળે છે... હે યહોવા... 


Watch Song Video  👇





Post a Comment (0)
Previous Post Next Post