ના કર તું અભિમાન.. Gujarati Christian Song Lyrics..

Gujarati Christian Song Lyrics


ના કર તું અભિમાન, મનવા ના કર તું અભિમાન 
ધર તું ઈશ્વરનું ધ્યાન, મનવા ના કર તું અભિમાન 

1. તું જ સરખા તો કઈ કઈ આવ્યા 
માટી મહી તે સર્વ સમાયા 
રહ્યા ન નામો નિશાન મનવા.. ના કર તું અભિમાન.. 

2. નર્કની શિક્ષા છે ઘણી મોટી 
પ્રભુજી તારી કરતાં કસોટી 
કાયાનું તજ તું ગુમાવ મનવા.. ના કર તું અભિમાન.. 

3. નર્કની જગ્યા જ્યાં આગ સળગતી 
સદાય જલવું આગમાં દુ:ખથી
તું કર પ્રભુ સન્માન મનવા.. ના કર તું અભિમાન.. 

4. મંડળ આખું કહે કર જોડી 
ઈસુ ભજનમાં તું આવ દોડી 
સ્વર્ગ મળી ગયું માન મનવા.. ના કર તું અભિમાન..  
Post a Comment (0)
Previous Post Next Post