મને લાગે મસિહા બહુ પ્યારો.. Gujarati Christian song Lyrics...

Gujarati Christian song Lyrics


મને લાગે મસિહા બહુ પ્યારો 
હું તો કિંકર દિન બિચારો.. 

1. તેણે કીધા ઉપકારો હજારો, 
તેહ યારો હ્રદયે વિચારો,
તેના મીઠાને શુદ્ધ કરનારો, 
સુખ શાંતિમાં કરે વધારો.. મને.. 

2. વાત તમે વિચારો દિલદારો, 
કોણ પાપી માટે મરનારો,
કોણ જગતનું કલંક હરનારો, 
કોણ દુ:ખીનાં દુખ લેનારો.. મને.. 

3. મુજ અંતર તણા ઉદગારો, 
ઈસુ મસિહા ખરો તરનારો,
પ્રેમ ખરો ઈસુ કરનારો, 
તેના પ્રેમનો નથી કિનારો.. મને... 

4. ઈસુ મિત્ર છે સારામાં સારો, 
મને લાગે તે પ્યારામાં પ્યારો,
હશે જગતમાં મિત્ર હજારો, 
પણ ઈસુ તો ન્યારામાં ન્યારો.. મને.. 

Watch Song Video👇 



Post a Comment (0)
Previous Post Next Post