આવકાર પ્રભુજીને આપીએ રે.. Gujarati Christian Song Lyrics..

Gujarati Christian Song Lyrics

(ગુજરાતી ખ્રિસ્તી ગીત)


આવકાર પ્રભુજીને આપીએ રે 
પધારો સભાની માંય 

1. પ્રથમ કરીએ તમારી સેવા 
પ્રેમે પધારો આ વાર.. આવકાર.. 

2. પવિત્ર આત્માની સંગત આપજો 
મહિમા તમારો ફેલાય.. આવકાર.. 

3. અમો છીએ સૌ મુસાફર જેવા 
જવાના છોડી સંસાર.. આવકાર.. 

4. અલ્પ બુદ્ધિથી અમને નવ સૂઝે 
સત્ય રસ્તાની વાત.. આવકાર.. 

5. આત્મિક લાભો લેવાને માટે 
અમારું મન લલચાય.. આવકાર.. 

6. પ્રાથના અમારી લેજો સ્વીકારી 
પ્રેમે પધારો આ વાર.. આવકાર..  
Post a Comment (0)
Previous Post Next Post