એક દિન જાવું પ્રભુનાં ધામમાં.. Gujarati christian song lyrics..

 Gujarati christian song lyrics


એક દિન જાવું પ્રભુનાં ધામમાં 

ચેતીને ચાલો સંસારમાં ...(2).. એક દિન જાવું.. 

1. જો જો ના એક દિન ઓચિંતો આવશે 

રહેજો પ્રભુનાં વિશ્વાસમાં ..(2)..એક દિન જાવું.. 

2. એની ખબર નહીં સંદેશમાં આવશે 

નહીં આવે તાર કે ટપાલમાં ...(2).. એક દિન જાવું.. 

3. લેશે જવાબ ત્યાં પાપને પુણ્યના 

સમજીને લેજો આ ધ્યાનમાં ...(2).. એક દિન જાવું.. 

4. મારા મારા જેને માની રહ્યા છો 

ત્યાં તો એ નહીં આવે કામમાં ...(2).. એક દિન જાવું.. 

5. ભક્તિનું ભાથું સાથે લઈ લેજો 

જો જો ના ભૂલતા બેભાનમાં ...(2).. એક દિન જાવું.. 

6. ભૂલીના જશો ઈશ્વરપિતાને 

સમજીને લેજો આ ધ્યાનમાં ...(2).. એક દિન જાવું.. 

Post a Comment (0)
Previous Post Next Post