ઈસુ સારો છે તે પરાક્રમી...Gujarati Christian Worship Song Lyrics....

Gujarati Christian Worship Song Lyrics


1. ઈસુ સારો છે તે પરાક્રમી, 
તેનો મહિમા સદા સર્વદા
ઘણા પાણી પ્રવાહનાં ગર્જના સમાન
સ્તુતિ કરીશું પ્રભુનાં નામે

હાલેલૂયાહ હાલેલૂયાહ...(2)
મહત્વ અને માન અને સ્તુતિ અને 
બહુમાન શક્તિનાં બળ મારા ઈસુ માટે

2. મેં યહોવાની ધીરજથી વાટ જોઈ
તેણે ધરી કાન માન્ય વિનંતી,
નાશકારક કુવામાંથી,
ખેંચી કાઢયો ચીકણા કાદવથી.... હાલેલૂયાહ...

3. મારા પગલાંને ખડકે મૂક્યા,
મારા પગલાંને સ્થિર કર્યા,
મારા મોંમાં નવું ગીત મૂક્યું,
તેથી દેવની સ્તુતિ કરીશું....... હાલેલૂયાહ 

4. મારો યહોવા મારો તારણહાર,
તારા વિના મારું કોઈ કંઈ જ નથી
જેઓ પૃથ્વીમાં સીધાં રહે છે,
તેઓ તો મારા માટે ઉત્તમ છે..... હાલેલૂયાહ   
Post a Comment (0)
Previous Post Next Post