અર્પણ કરીએ અંગીકાર કરો.. Gujarati Christian Song Lyrics..

Gujarati Christian Song Lyrics


અર્પણ કરીએ અંગીકાર કરો 
પાપીઓ અમે આજે ઈસુ..(2)

1. ખોવાયેલા પુત્ર જેવા અમે 
દૃષ્ટ જીવન જીવતા હતા 
તમારી વિરુદ્ધ આજ સુધી 
ખોટા કામો કરતાં હતા.. અર્પણ.. 

2. ખોવાયેલા ઘેટાં જેવા અમે 
તમારી પાસેથી દૂર ગયા 
તેડી લાવો તમારી પાસે 
તમારે ચરણે આવ્યા અમે.. અર્પણ..  

3. તમારા લોહીથી ધોઈ નાખો 
અમારા પાપોને આજે ઈસુ 
આવો અમારા મનમાં આજે 
તમારે ચરણે આવ્યા અમે.. અર્પણ.. 

4. તન, મન, ધન તમારે ચરણે 
અર્પણ કરીએ આપો શાંતિ 
બધુએ તમે છો પ્રભુજી 
વિશ્વાસ કરીએ આપો શાંતિ.. અર્પણ.. 
Post a Comment (0)
Previous Post Next Post